નેહા કક્કર પ્રેગ્નેન્ટ છે? ઢીલા કપડાં અને દુપટ્ટાથી છુપાવ્યું પેટ તો ફેન્સે કર્યા આ સવાલ

ખબરે

ઇન્ડિયન આઇડલ જજ નેહા કક્કર છેલ્લા ઘણાં સમયથી શો પર દેખાતી નથી તેની જગ્યાએ તેની બહેન સોનૂ કક્કડ શોમાં જજની ખુરશી પર બેઠેલી નજર આવે છે. ત્યારે હાલમાં જ્યારે નેહા ક્કડે તેનાં પતિ રોહનપ્રિત સિંઘ સાથે તેની તસવીરો શેર કરી છે અને તેણે ઇદની શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે સૌ કોઇ તેની તસવીરો જોઇ એક જ સવાલ કરી રહ્યાં છે શું નેહા કક્કડ પ્રેગ્નેન્ટ છે.

Advertisement

આ તસવીરોમાં નેહાએ ખુબજ ઢીલો ડ્રેસ પહેર્યો છે અને તેનું પેટ પણ દુપટ્ટાથી ઢાંકેલું નજર આવે છે. આ જોઇને ફેન્સ નેહાની તસવીરો જોઇ એક જ સવાલ કરી રહ્યાં છે કે શું નેહા ગુડન્યૂઝ આપી રહી છે.

આ તસવીરોમાં નેહાએ પર્પલ કલરનો ફૂલ સ્લિવનો એકદમ ઢીલો ડ્રેસ પહેર્યો છે. જ્યારે રોહન પિંક કલરનાં કુર્તા અને વ્હાઇટ જીન્સમાં નજર આવે છે.

ઇદનાં દિવસે જ નેહાની માતાનો જન્મ દિવસ હતો. તેથી તેણે તેની માતાને પણ જન્મ દિવસની શુભેચ્છાઓ આપી હતી અને તેમની સાથે આ તસવીરો શેર કરી હતી.

નેહા અને રોહનની ક્યૂટ જોડી ફેન્સને પસંદ છે જોકે, નેહાએ જ્યારે અચાનક જ તેનાં પ્રેમનો એકરાર સોશિયલ મીડિયા પર કર્યો અને અચાનક જ લગ્નનો નિર્ણય લીધો ત્યારે સૌ કોઇને આંચકો લાગ્યો હતો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *