શિલ્પાને આ વાત પર તેની સાસુ ખખડાવી નાંખે છે, એક્ટ્રેસે કર્યો TV પર ખુલાસો

ખબરે

સુપર ડાન્સર ચેપ્ટર 4માં એક્ટ્રેસે જણાવ્યું છે કે કઇ વાત પર તેની સાસુ તેને વઢે છે. સાસુ અને સસરા બંને તેની આ વાત પર તેને વઢે છે અને નેશનલ ટીવી પર શિલ્પાએ પોતાની આ પર્સનલ વાત કહી હતી.

શિલ્પાએ સંભળાવ્યો કિ’સ્સો

ગયા એપિસોડમાં જ્યારે બધા જજીસે ફ્લોરિના અને સુપર ગુરુ તુષાર શેટ્ટીએ જે ડાન્સ કર્યો હતો તેને લઇને ગીતા કપૂરે કમેન્ટ કરી હતી કે તેમનાથી વધારે સારા ડાન્સની આશા હતી. તે સમયે શિલ્પાએ બાળકોનો બચાવ કર્યો હતો અને કહ્યું કે, તેણે આ પફોર્મન્સ ખુબ એન્જોય કર્યુ હતુ.

કર્યો ખુલાસો
શિલ્પાએ કહ્યું કે, તેના સાસુ અને સસરા તેને વઢે છે અને કહે છે કે, બાળકો આટલો સરસ ડાન્સ કરે છે તેમ છતાં તમે તેમની મિસ્ટેક ગણાવો છો. કેટલીક વાર તે બાળકો ખુબ ઓછા સમયમાં ડાન્સ તૈયાર કરતા હોય છે અને પફોર્મ કરતા હોય છે. નાની ઉંમરમાં આટલો સરસ ડાન્સ કરવો તે જ બહુ મોટી વાત છે.

46ની ઉંમરમાં પણ શિલ્પા જેવી ફીટ દેખાય છે કોઇ કહી ન શકે કે શિલ્પાની ઉંમર આટલી હશે. ફીટનેસ પાછળ શિલ્પા એટલી ક્રેઝી છે કે તેણે 10 કરોડ રૂપિયાની એક એડ ફગાવી દીદી હતી. આટલુ જ નહી આ એડ ન કરવાનુ કારણ જાણીને તમે શિલ્પાના વખાણ કરતા નહી થાકો.

2019માં શિલ્પાને સ્લિમિંગ પિલ્સની એડ કરવા માટેની ઓફર આવી હતી. જેના માટે 10 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ પણ મળવાની હતી. તેમ છતાં શિલ્પાએ આ ઓફરને રિજેક્ટ કરી દીધી હતી. આ વાત ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઇ ગઇ હતી. શિલ્પાનું માનવુ છે કે આ પ્રકારે ફીટનેસ ન મેળવી શકાય અને ખોટી વસ્તુઓનો પ્રચાર કરવો યોગ્ય નથી.

જ્યારે આ સમાચાર વહેતા થયા ત્યારે તેણે પોતે જ એક નિવેદન આપ્યુ હતુ અને કહ્યું હતુ કે આ પિલ્સ ઇન્સ્ટન્ટ રિઝલ્ટની વાત કરે છે અને દરરોજ ફીટનેસ અને અનુસાશનના મહત્વને ઓછુ કરી દે છે.

શિલ્પા હાલમાં ડાન્સ રિયાલીટી શો સુપર ડાન્સર 4માં જજ તરીકેની ભૂમિકા ભજવે છે. જ્યારે શિલ્પાનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો ત્યારે તે શોમાંથી બહાર હતી પરંતુ હવે ફરી શિલ્પા શોનો હિસ્સો બની ગઇ છે.

Leave a Reply

Your email address will not be published.