દમદાર ડાયલોગથી રૂવાડા ઊભા થઈ જશે તમારા, જુઓ શાનદાર ટ્રેલર

ખબરે

બોલીવુડની આ વર્ષે રિલીઝ થનારી મોટી ફિલ્મોમાંથી એક ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ફિલ્મના ટ્રેલરમાં અજય દેવગણ, સોનાક્ષી સિન્હા, સંજય દત્તા, નોરા ફતેહી જોવા મળી રહ્યા છે. બધા એકદમ દમદાર ભૂમિકામાં જોવા મળે છે. ટ્રેલરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ દેશભક્તિથી ભરપૂર છે અને ફિલ્મના ડાયલોગ પણ એકદમ ધાંસૂ અને જાનદાર હશે. ફિલ્મનું ટ્રેલર જોઈને દર્શકો રોમાંચિત અને ઉત્સાહિત થઈ જશે એ તો ચોક્કસ છે.

‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ નું ટ્રેલર રિલીઝ

ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મના આ ટ્રેલરમાં ખુબ એક્શન દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક પછી એક કમાલના દ્રશ્યો ટ્રેલરમાં જોવા મળે છે. અજય દેવગણ ફૌજીના વેશમાં જોવા મળે છે. જ્યારે સંજય દત્તની ભૂમિકા પણ કમાલની છે. સોનાક્ષી સિન્હા એકદમ અલગ રોલમાં જોવા મળે છે. તે આવા પાત્રમાં અગાઉ ક્યારેય જોવા મળી નથી. સોનાક્ષી સિન્હા ઘાઘરા ચોળી પહેરીને એક્શન કરતા જોવા મળશે. આ સાથે જ નોરા ફતેહી પણ દેશભક્તની ભૂમિકામાં જોવા મળશે.

વિજય કર્ણિકની કહાની પર આધારિત છે ફિલ્મ

ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ભારતીય વાયુસેનાના એક જાંબાંઝ અધિકારી વિજય કર્ણિકની કહાની પર આધારિત છે. પાકિસ્તાન હુમલા સમયે ભુજ એરપોર્ટના તેઓ પ્રભારી હતા. તેમની ભૂમિકા અજય દેવગણે ભજવી છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે પાકિસ્તાનના હુમલા બાદ ગામ માધાપરની 300 મહિલાઓની મદદથી એક આખુ એરબેસ ફરીથી ઊભુ કરી દેવાયું હતું.

અત્રે જણાવવાનું કે આ ફિલ્મ 13 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ Bhuj: The Pride Of India નું ટ્રેલર થોડીવાર પહેલા જ આજે રિલીઝ થયું છે. ટ્રેલમાં અજય દેવગણ અને સંજય દત્તના દમદાર ડાયલોગ સાંભળવા મળે છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક દુધૈયાએ કહ્યું છે. તમામ સ્ટાર્સે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મના ટેલરની ઝલક બતાવી છે.

Leave a Reply

Your email address will not be published.