એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકાની સાથે ઇંગ્લેન્ડની સફરે છે. ટીમ ઇન્ડિયાને ઓગસ્ટમાં મેજબાનની સાથે ટેસ્ટ સીરીઝ રમવાની છે. પણ તે પહેલાં ભારતીય ખેલાડીઓએ 20 દિવસનો બ્રેક લગાવી દીધો છે. આ દરમિયાન ખેલાડી અને પરિવારની સાથે સમય વિતાવે છે
વિરાટ કોહલી પણ તેની દીકરી વામિકાની સાથે વધુમાં વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરે છે. અનુષ્કાએ કોહલી સાથે દીકરી વામિકાનાં છ મહિના પૂર્ણ થવાનો જશ્ન મનાવ્યો હતો.
View this post on Instagram
અનુષ્કાએ તસવીર શેર કરતાં લખ્યું છે, તેની એક મુસ્કાન મારી આખી દુનિયા બદલી શકે છે. મને આશા છે કે, અમે બંને તારા એ પ્રેમ પર ખરા ઉતરીએ, જે સાથે તૂ અમને જોવે છે., નાનકડી પરી
આ સમયની કેટલીક તવસીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં વામિકા પિતા કોહલીનાં ખોળામાં રમતી નજર આવી રહી છે. આ સમયે તેમણે એક કેક કટ કરીને જન્મ દિવસની ઉજણવી કરી હતી.