મંદિરા બેદીએ પતિની અર્થીને આપી કાંધ, પકડી દોણી, સ્મશાનની બહાર દેખાયા હૈયું ચીરી નાખતા દ્રશ્યો

બોલિવુડ એક્ટ્રેસ મંદિરા બેદી માટે બુધવારની સવાર જીવનનું સૌથી મોટું દુઃખ લઈને આવી. બુધવારે સવારે 4.30 કલાકે મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ અટેકના કારણે નિ’ધ’ન થયું છે. વહેલી સવારે રાજનું નિ’ધ’ન થયા બાદ સવારે 11.30 કલાકની આસપાસ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં આશિષ ચૌધરી, રોનિત રોય, ડીનો મોરિયા જેવા કપલના નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા.

પતિના આ’ક’સ્મિ’ક અવસાનથી મંદિરા બેદી એકદમ ભાં’ગી પ’ડી હતી. હજી તો મંદિરા અને રાજના બંને બાળકો નાના છે ત્યારે તેમને લઈને કેટલા સુંદર સપના સેવ્યા હશે ને આમ એકાએક કુદરતે રમત રમતાં બધાં જ સપનાં વિ’ખેરા’ઈ ગયા હતા. પતિની અંતિમ યાત્રામાં સામેલ થયેલી મંદિરા ચોધાર આંસુ વહાવી રહી હતી. તેના ડગલે ડગલે ભાર વર્તાતો હતો.

સ્મશાન પહોંચીને મંદિરા બેદીએ પતિની અ’ર્થીને કાંધ આપી હતી અને હાથમાં દોણી પકડી હતી. આ સમયે પણ મંદિરાની આંખમાંથી આંસુ સતત વહી રહ્યા હતા.

પતિના અંતિમ સંસ્કાર બાદ સ્મશાનની બહાર આવીને પણ મંદિરા ભાં’ગી પ’ડી હતી. તેના મિત્રો તેને હાથ પકડીને કાર સુધી લઈ ગયા હતા અને અંદર બેસાડી હતી. સામે આવેલો મંદિરાનો આ વિડીયો કાળજું ચી’રી નાખે તેવો છે. એક જ ક્ષણમાં મંદિરાનો સંસાર વે’રવિ’ખે’ર થઈ ગયો છે. જોકે, આ મુશ્કેલ ઘડીમાં રોનિત રોય, ડિનો મોરિયા, આશિષ ચૌધરી અને અપૂર્વ અગ્નિહોત્રી સહિતના તમામ મિત્રો મંદિરાને સાચવી રહ્યા હતા. આ એક્ટર્સના મનમાં પણ પોતાના મિત્રને ગુમાવાનું દુઃખ હશે જ પરંતુ તેઓ મન મજબૂત કરીને હાલ મંદિરાને હિંમત આપતા જોવા મળ્યા હતા.

હજી બે દિવસ પહેલા એટલે કે રવિવારે મંદિરા અને રાજે મિત્રો સાથે બેઠક જમાવી હતી. આશિષ ચૌધરી અને તેની પત્ની, નેહા ધૂપિયા-અંગદ બેદી અને સાગરિકા ઘાટગે-ઝહિર ખાન સાથેની તસવીરે રાજે એક દિવસ પહેલા જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જોકે, આમાંથી કોઈને પણ ક્યાં ખબર હતી કે આ સમય રાજની છેલ્લી યાદ બની જશે.

રાજના આ’ક’સ્મિ’ક અ’વસા’ન વિશે વાત કરતાં ડિનો મોરિયાએ અમારા સહયોગી ઈટાઈમ્સને જણાવ્યું હતું, “આ ખૂબ દુઃખદ છે. હું રાજને ગત અઠવાડિયે મળવાનો હતો પરંતુ મારી તબિયત સારી ના હોવાથી ના મળી શક્યો. તે ખૂબ સારો વ્યક્તિ હતો અને જે થયું તે ખૂબ ખોટું છે. રાજ યુવાન હતો અને તેને સવારે 4.30 કલાકે હાર્ટ અટેક આવી ગયો. આ પરથી મને વિચારે આવે છે કે આપણે જિંદગી જીવવી જોઈએ અને રોજેરોજ જીવવી જોઈએ. આ અતિશય દુઃખદ છે અને મા’રી પાસે શબ્દો નથી.”

જણાવી દઈએ કે, ડિનો મોરિયાએ રાજ કૌશલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’થી બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. રાજ કૌશલ પોતાની પાછળ પત્ની મંદિરા બેદી અને બે સંતાનો વીર અને તારાને ક’લ્પાં’ત કરતા મૂકી ગયા છે.

 

Leave a Comment