ન્યૂયૉર્કમાં જામી ગઈ પ્રિયંકા ચોપડાની ઇન્ડિયન રેસ્ટોરન્ટ, SONAમાં જોવા મળ્યો દેશી ગર્લનો મનમોહક અવતાર

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ વર્ષની શરૂઆતમાં ન્યૂયૉર્કમાં પોતાની ભારતીય રેસ્ટોરન્ટ સોના શરૂ કરી હતી. પ્રિયંકા ચોપડાની આ રેસ્ટોરન્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ પોતાની રેસ્ટોરન્ટ અંગે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી. આ સાથે અનેક તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરો સામે આવ્યા બાદ અભિનેત્રીને અનેક લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. હવે પ્રિયંકાએ ફરી એકવાર પોતાની રેસ્ટોરન્ટની તસવીરો શેર કરી છે.

આ પહેલા પણ પ્રિયંકા ચોપડા જ્યારે પ્રથમ વખત રેસ્ટોરન્ટ પહોંચી હતી ત્યારે પણ તેણીએ તસવીરો શેર કરી હતી.

તાજેતરમાં પ્રિયંકા ચોપડા પોતાની રેસ્ટોરન્ટમાં ગઈ હતી અને તેની અમુક તસવીરો પણ શેર કરી છે.

આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ લખ્યું છે કે, “ન્યૂયૉર્ક શહેરના દિલમાં ટાઇમલેસ ભારત. સોના માટે અપાર પ્રેમ.”

પ્રિયંકા ચોપડા તેની રેસ્ટોરન્ટ ખાતે પહોંચી ત્યારે તેનો દેખાવ મનમોહક હતો.

આ દરમિયાન પ્રિયંકા ચોપડા સફેદ બૉડીકૉનમાં નજરે પડી હતી. આ વસ્ત્રોમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પ્રિયંકાની આ તસવીર પર અનેક યૂઝર્સે કૉમેન્ટ્સ કરી છે. પ્રિયંકાના પ્રશંસકોને તેણીનો આ લૂક ખૂબ પસંદ પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્ક સ્થિતિ પ્રિયંકા ચોપડાની રેસ્ટોરન્ટ માર્ચ મહિનામાં શરૂ થઈ હતી.

Leave a Comment