રડી રહેલા સાયરા બાનોની બાજુમાં બેસી શાહરૂખ ખાને આપ્યો દિલાસો, ભાવુક કરી દેશે આ તસવીર

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધનથી બોલીવુડ અને તેમના ચાહકોમાં શોકનો માહોલ છે. તો તેમના પત્ની સાયરા બાનો તેમના નિધનથી તૂ’ટી ગયા છે. આ મુશ્કેલ સમયમાં અનેક લોકો સાયરા બાનોને દિલાસો આપવા પહોંચી રહ્યા છે. આ વચ્ચે તેમનો સહારો બની સામે આવ્યા છે અભિનેતા શાહરૂખ ખાન, જેને દિલીપ કુમાર પોતાના પુત્રની જેમ માનતા હતા. તો દિલીપ સાહેબના નિધન બાદ શાહરૂખે પુત્રની જવાબદારી નિભાવી છે. શાહરૂખ તેમના અંતિમ દર્શન પર શો’કમાં ડૂ’બે’લા સાયરા બાનોની પાસે જઈ બેસી ગયો. ભાવુક કરી દેતી આ ક્ષણની તસવીરો સામે આવી છે.

ભાવુક કરી દેશે આ તસવીર

દિલીપ કુમારના અંતિમ દર્શન પર બોલીવુડથી લઈને રાજનીતિ સાથે જોડાયેલી અનેક હસ્તિઓ પહોંચી રહી છે. આ બધાની તસવીરો પણ સામે આવી રહી છે. તો દિલીપ કુમારના અંતિમ દર્શન પર તેમના પત્ની સાયરા બાનોને જોઈ બધાની આંખમાં આંસુ આવી જાય છે. તેમના ચહેરા પર દુખ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. તેવામાં અંતિમ દર્શને આવતા લોકો તેમને હિંમત આવી રહ્યાં છે. શાહરૂખ ખાને પણ સાયરા બાનોને સંભાળવાનો પ્રયાસ કર્યો. તે સાયરા બાનોની બાજુમાં બેસી વાતો કરી રહ્યાં છે. આ તસવીરો લોકોને પણ ભાવુક કરી રહી છે.

નિભાવી પુત્રની ફરજ

મહત્વનું છે કે દિલીપ કુમાર અને સાયરા બાનો શાહરૂખને પોતાના પુત્રની જેમ માનતા હતા. શાહરૂખે પણ અનેક તકે પુત્રની ફરજ નિભાવી છે. તો આજે દિલીપ કુમારને ગુમાવવાનું દુખ છુપાવતા તેમણે સાયરા બાનોને હિંમત આપી એક પુત્રની ફરજ નિભાવી છે.

Leave a Comment