આમિર ખાન-કિરણ રાવે લગ્નનાં 15 વર્ષ પછી સહમતીથી અલગ થવાની જાહેરાત કરી

ખબરે

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થયા. લેટેસ્ટ સમાચાર પ્રમાણે, આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂ’ટાછે’ડા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતીથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે, એવું મીડિયા સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે ખરું.

મીડિયા સ્ટેટમેન્ટમાં બંનેએ લખ્યું છે કે ‘આ 15 વર્ષ સુંદર રીતે સાથે પસાર કર્યાં, દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યાં અને અમારો સં’બંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સે’પરે’શ’ન પ્લાન નક્કી કર્યો હતો અને હવે અમે આ અલગ થવાની આ વ્યવસ્થાને નક્કર સ્વરૂપ આપી રહ્યાં છીએ. અમારા દીકરા આઝાદને અમે બહુ પ્રેમથી ઉછેર્યો છે. તેના માટે હવે અમે કો-પેરન્ટ્સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું. અમે ફિલ્મો અને અમારા ‘પાની ફાઉન્ડેશન’ સિવાય એ દરેક પ્રોજેક્ટમાં સાથે કામ કરીશું, જેમાં અમને રસ છે. અમારા મિત્રો અને સં’બંધીઓનો આભાર, જેમણે અમને આ સમયમાં સતત સહકાર આપ્યો. તેમના સમર્થન વગર અમે આ નિર્ણય ના લઈ શકત. અમે અમારા શુભચિં’તકો પાસેથી આશા રાખીએ છીએ કે તેઓ અમારા આ ડિ’વો’ર્સને એક અં’ત નહીં, પરંતુ એક નવી શરૂઆત તરીકે સ્વીકારે.’

‘લગાન’ના સેટ પર થઈ હતી પહેલી મુલાકાત

એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને જણાવ્યું હતું કે કિરણ સાથે તેમની પહેલી મુલાકાત ‘લગાન’ ફિલ્મના સેટ પર થઈ હતી અને ત્યારે તે એક અસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. આમિરે કહ્યું હતું કે એક દિવસ કિરણનો ફોન આવ્યો અને અમારે 30 મિનિટ સુધી વાત થઈ. કિરણ સાથે વાત થયા પછી મને બહુ જ ખુશી થઈ. મારી ખુશીને હું ફીલ કરી શકતો હતો. આ ફોન કોલ પછી મેં કિરણને ડે’ટ કરવાનું શરૂ કર્યું. અમે એકબીજાને 1-2 વર્ષ સુધી ડે’ટ કર્યાં અને સાથે પણ રહ્યાં. પછી મને લાગ્યું કે હું કિરણ વગરના મા’રા જીવન વિશે વિચારી શકું એમ નથી. તેનામાં સૌથી સારી વાત એ છે કે, તે ખૂબ મજબૂત મહિલા છે. પછી મેં મા’રા સં-બંધને નામ આપવાનું નક્કી કર્યું અને અમે લગ્ન કરી લીધાં.

સ’રો’ગ’સીથી થયો દીકરાનો જન્મ

કિરણ અને આમિરનો એક દીકરો છે, જેનું નામ ‘આઝાદ’ છે અને અત્યારે તે 10 વર્ષનો છે. આઝાદનો જન્મ સ’રો’ગ’સીથી થયો છે. કિરણને ક’ન્સી’વ કરવામાં તકલીફ થતી હોવાથી તેમણે સ’રો’ગ’સીનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી આઝાદનો જન્મ 2011માં થયો હતો.

2002માં તૂ’ટ્યા હતા પહેલા લગ્ન

આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે ‘કયામત સે કયામત તક’નું શૂ’ટિં’ગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા. આ જ ફિલ્મના ‘પાપા કહતે હૈ’ ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં પણ દેખાય છે. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યા. 2002માં તેમના ડિ’વો’ર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને ઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *