શું તમને ખબર છે મહાનાયક અમિતાભ બચ્ચનના કારણે રાષ્ટ્રપતિ ભવનનો વર્ષો જૂનો નિયમ બદલવો પડ્યો

ખબરે

અમિતાભ બચ્ચનને બોલિવૂડના શહેનશાહ અને મહાનાયક કહેવામાં આવે છે. 70ના દાયકાથી લોકોનું મનોરંજન કરતા આવી રહેલા ‘બિગ બી’ આજે પણ ફિલ્મો અને ટીવીમાં ખુબ જ સક્રિય છે. આજે પણ લોકોને મનોરંજન પૂરુ પાડે છે. અમિતાભ બચ્ચન ફિલ્મોની સાથે સાથે અન્ય કેટલીક ઘટનાઓને પગલે ચર્ચામાં રહ્યા છે. અમિતાભ બચ્ચન ધમાકેદાર ફિલ્મો તો કરે જ છે સાથે જ અંગત જીવનમાં પણ તેમણે ઘણું કામ કર્યું છે.

જેના મહાનાયક અમિતાભ બચ્ચને એક વખત એવું પગલું ભર્યું હતું જ્યારે તેમણે વર્ષોથી રાષ્ટ્રપતિ ભવનમાં ચાલતા નિયમને બદલી નાખ્યો હતો. આ વાત વર્ષ 1983ની છે જ્યારે અમિતાભ બચ્ચન ફિલ્મ નિર્માતા ટીનુ આનંદની ફિલ્મ ‘મેં આઝાદ હૂં’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે શબાના આઝમી જોવા મળ્યા હતા. આ તે જ ફિલ્મ હતી કે જેનાથી અમિતાભ બચ્ચન બોલિવૂડમાં રી લૉન્ચ થઇ રહ્યા હતા કારણ કે આ પહેલા તેઓ ફિલ્મોથી દૂર રહીને રાજકારણમાં સક્રિય થયા હતા.

એક દિવસ રાજકોટમાં શૂટિંગ દરમિયાન શબાના આઝમીએ અમિતાભ બચ્ચનને એક સવાલ પૂછ્યો કે શું તેઓ રાજકારણમાં હતા તે વખતે તેમણે કોઇ વસ્તુઓમાં ફેરફાર કર્યો અથવા કોઈ નવો કાયદો લાવ્યા? જેના જવાબમાં અમિતાભ બચ્ચને હા પાડી અને પછી એક ખૂબ જ રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, એકવાર તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રિ ભોજન માટે ગયા હતા. જ્યારે તેઓ ડાઈનિંગ ટેબલ પર બેઠા ત્યારે તેમની નજર સામે પડેલી જમાવાની ડિશો પર પડી અને તેમણે માથું ટેકવ્યું. હકીકતમાં જે ડિશમાં લોકો જમી રહ્યા હતા તે ડિશ પર રાષ્ટ્રીય પ્રતીક એટલે કે અશોક સ્તંભ બનેલો હતો. અમિતાભ બચ્ચનને આ વાત યોગ્ય ન લાગી. તેમણે સંસદમાં આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે જમાવાની ડીશ પર રાષ્ટ્રીય પ્રતીકનું હોવું તેનું અપમાન છે.

અમિતાભ બચ્ચનના કહેવા પ્રમાણે, તેના થોડા દિવસ પછી જ એક કાયદો પસાર કરવામાં આવ્યો જેમાં એવું કહેવામાં આવ્યું કે જમવાની ડિશ પર રાષ્ટ્રીય પ્રતીક નહીં હોય. તો આ તે ઘટના હતી જ્યારે અમિતાભ બચ્ચને રાષ્ટ્રપતિ ભવનનો જૂનો નિયમ બદલી નાખ્યો હતો. બિગ બીએ શબાના આઝમીને કહ્યું હતું કે, શહેનશાહના સેટ પર ઈન્દર રાજ આનંદ સાથે થયેલી વાતચીતના કારણે જ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં આ વિચાર આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *