બોલિવૂડની આ અભિનેત્રી લગ્ન બાદ થઈ ગઈ પડદા પરથી ગાયબ! એક સમયે ચમકતો હતો સિતારો

મનોરંજન

બોલિવૂડમાં ઘણા સમયથી એવી ધારણા રહી છે, કે લગ્ન પછી અભિનેત્રીઓનું કરિયર કંઈ ખાસ નથી ચાલતુ. આજના સમયમાં, એકબાજુ એવી અભિનેત્રીઓ છે જેમણે આવી ધારણાઓને ખોટી સાબિત કરી છે. તો બીજીબાજુ એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે લગ્ન બાદ સિલ્વર સ્ક્રીનથી કુટુંબ કે અન્ય કારણોસર દૂર રહેવાનો નિર્ણય કર્યો. આજે અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અસિન

ગજની ફેમ અભિનેત્રી અસિને વર્ષ 2016માં રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતાં. તેની છેલ્લી ફિલ્મ ઓલ ઈઝ વેલ હતી અને તે ત્યારબાદ તે સિલ્વર સ્ક્રીનથી દૂર થઈ ગઈ.

બબીતા

વર્ષ 1971માં, બબીતાએ રણધીર કપૂર સાથે લગ્ન કર્યા. તે સમયે બબીતાની ફેન ફોલોઇંગ સારી એવી હતી પરંતુ લગ્ન બાદ તેણે પોતાને ફિલ્મોથી દૂર કરી દીધી.

મીનાક્ષી શેષાદ્રી

મીનાક્ષીએ 1995માં ઈનવેસ્ટર બેન્કર હરીશ મસૂરી સાથે લગ્ન કર્યા. તે જમાનાની સૌથી લોકપ્રિય અભિનેત્રી મીનાક્ષીએ લગ્નનાં કેટલાક સમય પછી સિનેજગતને અલવિદા કહીને પતિ સાથે વિદેશમાં સેટ થઈ ગઈ.

નમ્રતા શિરોડકર

વર્ષ 2005માં નમ્રતાએ તામિલ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા નમ્રતાએ હરીશ સાથે પાંચ વર્ષ સુધી ડેટ કરી હતી. ત્યારબાદ તે ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી.

સાયરા બાનુ

બોલિવૂડની દુનિયામાં ડેબ્યૂ કર્યા બાદ સાયરાની કારકીર્દિ લાંબી ટકી નહતી જ્યારે તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તે સમયે સાયરા માત્ર 22 વર્ષની હતી. દિલીપકુમાર સાથે લગ્ન કર્યા બાદ સાયરા બાનુ ફિલ્મ્સથી દૂર થઈ ગઈ.

શબાના રઝા

2006માં શબાના રઝાએ અભિનેતા મનોજ બાજપેયી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ શબાનાએ પણ ફિલ્મોમાં આવવાનું બંધ કરી દીધું હતું. જોકે, વર્ષ 2009માં તેમની ફિલ્મ એસિડ ફેક્ટરી રિલીઝ થઈ હતી.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રેએ વર્ષ 2002માં ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા હતા. સોનાલી બેન્દ્રે એ જમાનાની સૌથી સફળ અભિનેત્રીઓની એક છે. જોકે લગ્ન બાદ સોનાલી પણ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળી હતી.

ટ્વિંકલ ખન્ના

આ બધા સિવાય અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ પણ લગ્ન પછી ફિલ્મોથી અંતર બનાવ્યું હતું. ટ્વિંકલે 2001માં અક્ષય સાથે લગ્ન કર્યા, ત્યારબાદથી ટ્વિંકલે રાઈટિંગને પોતાની ફુલ ટાઈમ જોબ બનાવી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *