ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ પર પ્રિયંકા ચોપડા એટલા કરોડની કમાણી કરે છે તમે જિંદગીમાં નહીં કમાઈ શકો

ખબરે

ઇન્સ્ટાગ્રામ પર ઘણી સેલિબ્રિટીઓના કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ હોય છે. જેઓ ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાની તસવીરો અને વીડિયો જ શેર નથી કરતા પરંતુ પૈસા પણ કમાઇ લેતા હોય છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા સૌથી વધુ કમાણી કરતા સેલિબ્રિટિઓની એક યાદી બહાર પડી છે. જેમાં બોલીવૂડમાં પ્રિયંકા ચોપરાને સ્થાન મળ્યું છે.

પ્રિયંકાઆ યાદીમાં ૨૭માં નંબરે છે. તે પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા રૂપિયા ત્રણ કરોડ જેટલા કમાઇ લેતી હોય છે. પ્રિયંકા સિવાય આ લિસ્ટમાં પહેલા ૧૦૦માં કોઇ પણ બોલીવૂડ સેલિબ્રિટિ સામેલ નથી. પ્રિયંકાના ૬૫ મિલિયન્સની આસપાસ ફોલોઅર્સ છે. જ્યારે ફ્લોઇંગ ૬૦૬ અને કુલ પોસ્ટ ૩૩૭૩ છે.

પ્રિયંકા ચોપરા ભલે બોલીવૂડમાં સક્રિય નથી. પરંતુ તેના પ્રશંસકોની સંખ્યા ઘણી છે. અભિનેત્રીએ ભારત સાથેનો પોતાનો નાતો તૂટવા દીધો નથી તેમજ પોતાની લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ થઇ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના તેમજ પતિ નિક સાથેના તસવીરો અને વીડિયો મુકતી રહે છે, આ રીતે તે પોતાના ફેન્સની સાથે સંકર્પમાં રહે છે. પ્રિયંકાએ કોરોના મહામારી દરમિયાન પણ ભારતવાસીઓની વિવિધ રીતે મદદ કરી છે.

Leave a Reply

Your email address will not be published.