જ્યારે કુંવારી ‘ગીતા મા’એ માંગમાં સિંદૂર ભરીને લોકોને ચોંકાવ્યા હતા, આ હેન્ડસમ હંક સાથે જોડાઇ ચૂક્યું છે નામ

બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂરનો આજે જન્મદિવસ છે. ગીતા કપૂર આજે 48મો જન્મદિવસ મનાવી રહી છે. આ દિવસોમાં તે સુપર ડાન્સર સિઝન 4માં જજ તરીકે પણ જોવા મળી રહી છે. લોકો ગીતા કપૂરને ગીતા માના નામથી ઓળખે છે. ગીતા કપૂરે જ્યારે માંગમાં સિંદૂર લગાવ્યું હતું ત્યારે લોકોના આશ્ચર્યનો પાર ન હતો રહ્યો. કારણ કે, ગીતાએ હજી લગ્ન કર્યા નથી. તાજેતરમાં ગીતા કપૂર ફરી એકવાર સિંદૂર ભરેલી માંગ સાથે જોવા મળી હતી. માંગમાં લાલ સિંદૂરવાળી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી, જેને તેમણે પોતે જ શેર કરી હતી. આ તસવીરો વાયરલ થતાંની સાથે જ તે ચર્ચામાં આવી ગઈ હતી.આ તસવીરો જોઇને લોકોએ તેમના પતિને સર્ચ એંજિન ગૂગલ પર શોધવાનું શરૂ કર્યું હતુ.

જોકે, પાછળથી ગીતા કપૂરે પોતે સિંદૂર લગાવવાનું કારણ જાહેર કરતાં કહ્યું હતું કે, તેણે આ અવતાર માત્ર પહેરેલા કપડા માટે જ લીધો હતો. આ પહેલીવાર નથી જ્યારે તેણે આવું કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પહેલા પણ તે સિંદૂર લગાવેલી જોવા મળી છે. કોરિયોગ્રાફર વિશે ઘણી વખત એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, તે એક સમયે એક વ્યક્તિ સાથે પ્રેમ કરતી હતી, પરંતુ તેનો પ્રેમ પૂરો થઈ શક્યો નહીં. ખુદ ગીતા કપૂરે પણ આ વ્યક્તિ સાથે તેની તસવીરો શેર કરી હતી અને સોશિયલ મીડિયા પર ચાહકોએ પણ આ બંનેની જોડીને ઘણો પ્રેમ આપ્યો હતો.

આ વ્યક્તિનું નામ રાજીવ ખિચી છે. રાજીવ ખિંચી સાથે ગીતા કપૂરની ઘણી તસવીરો છે. રાજીવ વ્યવસાયે એક મોડેલ છે અને લાંબા સમયથી મનોરંજનની દુનિયામાં સક્રિય છે. ગીતા કપૂર અને રાજીવ ખિંચીના રિલેશનશિપના સમાચારોએ સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચાવી દીધી હતી. જોકે, ગીતા કપૂરે રાજીવ ખિંચી સાથેના સં-બંધ હોવાના અહેવાલોને રદિયો આપ્યો હતો.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો ગીતા કપૂરે 15 વર્ષની વયે તેમની ડાન્સિંગ કેરિયરની શરૂઆત કરી હતી. તેણે ‘તુઝે યાદ ના મેરી આઇ’ અને ‘ગોરી ગોરી’ જેવા ગીતોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું છે. આ પછી તેમણે ફરાહ ખાનને આસિસ્ટ કરવાનું શરૂ કર્યું. ગીતા કપૂરે મોહબ્બતે, કલ હો ના હો, કભી ખુશી કભી ગમ, મૈં હૂં ના અને ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મોમાં ફરાહ ખાનને આસિસ્ટ કર્યા હતા. આ પછી ફિઝા, સાથિયા, હે બેબી અને તીસ માર ખાનના પ્રખ્યાત ગીત શીલા કી જવાની જેવા ગીતો કોરિયોગ્રાફ પણ કર્યા છે.

Leave a Comment