જેક્લીને એવા બોડી પાર્ટ પર ટેટૂ ચિતરાવ્યું કે શું કહેવું, જોનારાઓની આંખો થઈ ગઈ પહોળી!

શ્રીલંકન બ્યુટી જેક્લીન ફર્નાન્ડિઝે ફિલ્મોમાં ભલે કઈ ઝાઝુ ન ઉકાળ્યું હોય પરંતું તેની સુંદરતાના ભારતમાં લાખો દિવાના છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી જેક્લીન ફર્નાન્ડિઝ અવારનવાર તેના બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. જેક્લીને જ્યારે પ્રથમ ટેટૂ બનાવ્યું ત્યારે પણ તેના ફોટા શેર કર્યા હતા અને ફેન્સને ફોટા ખૂબ પસંદ આવ્યા હતા. જેક્લીને તેના બોડી પર જુદા જુદા ટેટૂ બનાવ્યા છે. જેક્લીને ફરી એકવાર નવા ટેટૂ સાથે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

જેક્લીન ફર્નાન્ડિઝ તેની ફિટનેસથી લઈને સુંદરતાથી ભરેલા ફોટા સોશિયલ મીડિયામાં ફોટા શેર કરતી રહે છે. અગાઉ જેક્લીને પેટના ભાગે ટેટૂ બનાવ્યુ હતું. પેટના ભાગમાં ટેટુ ચીતરાવતો જેક્લીનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને તે ઝડપથી વાયરલ થયો હતો. જેક્લીને તેના હાથના કાંડા, ગરદન, ખભા અને કમરના ભાગે ટેટૂ બનાવ્યું છે જેને તે અવારનવાર સોશિયલ મીડિયામાં FLAUNT કરતી હોય છે.

જેક્લીને ખભાના પાછળના ભાગે હાર્ટ શેપનું નિશાન:

જેક્લીને સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો હતો જેમાં તેને ખભાના પાછળના ભાગમાં હાર્ટ શેપનું નિશાન જોવા મળ્યું. ફોટો જોઈને ફેન્સને લાગ્યું કે તેને હાર્ટ શેપનું ટેટૂ બનાવ્યું છે પરંતું હકીકતમાં એક્ટ્રેસે કેપિંગ થેરાપી કરાવી હતી જેનો આ ફોટો હતો.

જેકલીન ફર્નાન્ડિઝે નવા ટેટૂનો ફોટો કર્યો શેર:

જેક્લીન ફર્નાન્ડિઝે થોડા દિવસમાં તેના નવા બોલ્ડ ફોટા શેર કર્યા. જેક્લીન કેપ્શનમાં લખ્યું કે- તેને શુટિંગની શરૂઆત કરી છે. ફેન્સની નજર જેક્લીનના ફોટામાં તેની કમરના ભાગ પર પડી. કમરના ભાગે ‘મેજિક’ લખેલુ ટેટૂ જોઈને ફેન્સે જુદી જુદી કોમેન્ટ કરી.

જેક્લીનની આગામી ફિલ્મો:

જેક્લીન ફર્નાન્ડિઝના આગામી પ્રોજેક્ટની વાતો કરીએ તો અટેક, હમારી શાદી, બચ્ચન પાંડે અને રામસેતુમાં જોવા મળશે. હાલમાં તેની ફિલ્મ ‘ભૂત પોલીસ’નું પોસ્ટર રિલીઝ થયું છે. ‘ભૂત પોલીસ’માં તે સૈફ અલી ખાન અને અર્જુન કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Leave a Comment