રાજ કુમારે ‘નીલકમલ’ના સેટ પર નકલી આભૂષણ પહેરવાનો કર્યો ઇન્કાર, આ પાછળનું કારણ જાણીને ચોંકી જશો તમે.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર્સ રાજ કુમાર, વહિદા રહેમાન, મનોજ કુમાર અને બલરાજ સાહની અભિનીત ફિલ્મ ‘નીલકમલ’ ક્લાસિક ફિલ્મ્સમાંની એક છે. આ ફિલ્મનું ગીત ‘બાબુલ કી દુઆએ લેતી જા’ આજે પણ લોકોને છોકરીની વિદાય પર ભાવુક બનાવી દે છે. આ સિવાય ‘આજા તુઝકો પુકારે મેરા પ્યાર’, ‘મેરે રોમ-રોમ મેં બસને વાલે રામ’ પણ સદાબહાર ગીતો એક છે.

રામ મહેશ્વરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘નીલકમાલ’ એ ઊંઘમાં ચાલતી એક એવી યુવતીની વાર્તા છે, જેનો સંબંધ તેના પાછલા જન્મ સાથે સંબંધિત છે. આ ફિલ્મમાં દિગ્ગજ એક્ટર રાજ કુમારે શિલ્પકારની ભૂમિકા ભજવી હતી, જ્યારે વહિદા રહેમાન ડબલ રોલમાં હતી. તેમણે બંને જન્મોનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ સાથે સંબંધિત એક કિસ્સો છે. આ ફિલ્મમાં રાજ કુમારે ઝવેરાત પહેરવાના હતા. ઉલ્લેખનીય છે કે, રાજ કુમાર ખૂબ જ જીદ્દી અને પોતાની શરતો પર ફિલ્મો કરવા માટે જાણીતા હતા. રાજ કુમારને જ્યારે ખબર પડી કે તેમણે પહેરેલા ઝવેરાત નકલી છે, ત્યારે તેમને ખુબ ગુસ્સો આવ્યો હતો. ત્યારે રાજ કુમારે ફિલ્મ નિર્માતાઓને કહ્યું હતું કે, હું ઝવેરાત પહેરીશ તો અસલી જ પહેરીશ, નહીં તો હું શૂટિંગ નહીં કરું.

ફિલ્મ મેકર્સે રાજ કુમારની આ શરત માવી પડી. જોકે, અસલી ઝવેરાત આવે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ રોકાઈ રહ્યું હતું, કારણ કે તે જમાનામાં દરેક ચીજો સમયસર નહોતી મળી રહેતી. આખરે ફિલ્મ મેકર્સે અસલી ઝવેરાત મંગાવ્યા અને રાજ કુમારે તેને પહેરીને શોટ આપ્યો. ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ આગળ વધ્યું હતું.

રાજ કુમાર સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય અને સંવાદની અદાઓના કારણે પ્રસિદ્ધ હતા. એટલું જ નહીં તેઓ પોતાના જીવનમાં પણ એક જિદ્દી ‘રાજકુમાર’થી ઓછા ન હતા. તેમની આદતો સાથે જોડાયેલા ઘણા કિસ્સા છે, જેને લોકો યાદ કરતા રહે છે. ઉલ્લેખનીય છે કે, તેઓ 40ના દશકમાં કોઈ ફિલ્મ એક્ટર નહીં, પરંતુ પોલીસ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર હતા. તેમણે વર્ષ 1952માં ફિલ્મ ‘રંગીલી’થી બોલીવુડમાં પદાર્પણ કર્યું અને સીને જગત પર છવાઈ ગયા.

Leave a Comment