ઉર્વશી રૌતેલાને બોની કપૂરે કર્યો ખોટી જગ્યાએ સ્પર્શ? વીડિયો જોઈને એક્ટ્રેસ કહ્યું…

આ વીડિયો બાદ એવી વાતો વાઈરલ થઈ રહી હતી કે બોની કપૂરે ઉર્વશી રૌતેલાની નજીક જવાની કોશિશ કરી. આ વીડિયો જયંતીલાલ ગડાના દીકરાના લગ્ન સમયનો છે. જેમાં ઉર્વશી અને બોની કપૂર એક સાથે કેમેરાને પોઝ આપતા દેખાય છે અને આ દરમિયાન બોની કપૂર સામે જ ઉર્વશીના બટ પર ધીરેથી હાથ મારતા દેખાય છે.

આ વીડિયો સામે આવ્યા પછી વાયરલ થઇ રહ્યો છે, ”લોકો આ મામલે ઉર્વશીને અને બોની કપૂરને ઘણુ ખરુ ખોટું સંભળાવી રહ્યા હતા. જે બાદ રૌતેલાએ મૌન તોડ્યું છે. ઉર્વશી રૌતેલાએ આ મુદ્દે એક સ્ક્રીનશૉટ સાથે ટ્વીટ કરીને લખ્યુ છે કે, આ દેશનું ટોપ ન્યૂઝપેપર છે અને તમે આને ન્યૂઝ કહો છો? જ્યારે તમે કોઇ મહિલાની ઇજ્જત નથી કરી શકતા, તેને સન્માન નથી આપી શકતા તે પછી ગર્લ પાવર, મહિલાની આઝાદીની વાતો ન કરશો.”

આ એ વીડિયો છે જેમાં બોની કપૂર અને ઉર્વશી સાથે જોવા મળ્યા હતા અને પછી બન્નેના વીડિયોને અલગ-અલગ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરવામાં આવી રહ્યા હતા. કેટલાક તો એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ”તેઓ તારી સાથે આવી રહ્યા છે છતાં તુ એમનો વિરોધ કેમ કરી રહી છે. તું કોનાથી ડરે છે.” તો કેટલાક ફેન્સે આ મામલે બોની કપૂરની હરકત સામે પણ વાંધો ઉઠાવ્યો છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, ઉર્વશીએ 2018માં આવેલી “હેટ સ્ટોરી 4″માં જોવા મળી હતી અને હવે તે ‘પાગલપંતી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, જોન અબ્રાહમ, ઈલિયાણા ડિક્રુઝ, અસરદ વારસી, સૌરભ શુક્લા અને પુલકિત સમ્રાટ જોવા મળશે. આ ફિલ્મ 23 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment