સુષ્મિતા સેનની ઓન સ્ક્રીન પુત્રી છે આ ગુજ્જુ ગર્લ! આર્યા સીરિઝમાં જોવા મળી આરૂની કાતિલ અદાઓ!

મનોરંજન

વેબ સીરિઝ આર્યા 2 થી ફરી એકવાર સુષ્મિતા સેન પોતાની દમદાર એક્ટિંગના કારણે છવાયેલા છે. પરંતુ આ સિઝન સ્ટ્રીમ થયા બાદ તેમની દીકરી આરૂનો રોલ કરનાર વીર્તિ વાઘાણી પણ ચર્ચામાં છે. આ સીઝન બાદથી જ સોશિયલ મીડિયા પર વીર્તિને સર્ચ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે વીર્તિ આ પહેલા પણ સ્ક્રીન પર નજર આવી ચુકી છે. વીર્તિની તસવીરો સાથે આવે તેના વિશે થોડું જાણીએ..

ડિઝની પ્લસ હોટ સ્ટારની વેબ સીરિઝ આર્યા 2 ની આખી કાસ્ટને પસંદ કરવામાં આવી રહી છે.જેમાં સુષ્મિતા સેનની દીકરીનો કિરદારન નિભાવનાર વીર્તિ વાઘાણીએ જબરદસ્ત અભિનય કર્યો છે.

વીર્તિ માત્ર 18 વર્ષની જ છે, પરંતુ તેની જબરદસ્ત એક્ટિંગે લોકોને પોતાના દીવાના બનાવ્યા છે.વીર્તિએ આર્યા પહેલા પણ અનેક વાર સ્ક્રીન પર કામ કર્યું છે. તે નાની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં ઓળખ બનાવી ચુકી છે.

સૌથી પહેલા તેણે Whirlpool, Kwality Walls, Clinic Plus Shampoo, Dettol Soap, Knorr Soup અને Colgate જેવી બ્રાન્ડ માટે જાહેરાત કરી હતી.આ પહેલા તે રાધાના કિરદારમાં પણ નજર આવી ચુકી છે. તેણે સીરિયલ જય શ્રી કૃષ્ણમાં રાધા બનીને લોકોનું દિલ જીત્યું હતું.

આ વખતે તે આરૂનો કિરદાર નિભાવીને સમાચારોમાં છે, જે ડ્રગ્સની એવી લતનો શિકાર બની જાય છે અને આત્મહત્યાનો પ્રયાસ કરે છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *