રિયાલિટી શો બિગ બોસ માં રોમાન્સ ની હદો પાર કરી ચૂકેલા એક્સ કંટેસ્ટેંટ્સ ઇશાન સહગલ અને મીશા અય્યરનો રોમાન્સ હજુ અટકવાનું નામ લઇ રહ્યો નથી. બંનેએ સોશિયલ મીડિયા પર નાઇટ ડેટનો એક વીડિયો શેર કર્યો છે જે આગની માફક વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ઇશાન અને મીશા સંપૂર્ણપણે એકબીજા સાથે રોમાન્સમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. બંનેનો આ કોજી વીડિયો જોઇ ફેન્સ આ જોડીના ડેરીંગ અંદાજની ખૂબ ચર્ચા કરી રહ્યા છે.
બંનેએ એક જ વીડિયો શેર કરતાં એક જ કેપ્શન લખી છે. તેમણે લખ્યું, ”વાઇડ, ડાઇન એન્ડ મેન સો ફાઇનલ” તેની સાથે જ તેમણે દિલવાળી ઇમોજી પણ બનાવી છે. મીશા ઔક ઇશાનનો આ વીડિયો કોઇ હોટલનો છે જ્યાં આ કપલ ડિનર ડેટ માટે પહોંચ્યું હતું.
તમને જણાવી દઇએ કે તેમના આ વીડિયોને નેટિજંસની મિશ્ર પતિક્રિયા મળી રહી છે. જ્યાં ફેન્સ તેમના આ ડેરીંગ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેમના આ અંદાજની ટીકા પણ કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે આવો પ્રાઇવેટ વીડિયોને તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવો જોઇએ.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે પહેલીવાર નથી જ્યારે ઇશાન અને મીશા આમ એકબીજાની સાથે રોમાન્સમાં ડૂબેલા જોવા મળી રહ્યા હોય. પરંતુ બિગ બોસના ઘરમાં પણ આ બંને મોટાભાગે કોજી થયેલા જોવા મળતા હતા. બિગ બોસના ઘરમાં જ એકબીજાની નજીક આવ્યા અને પછી અહીંથી તેમના પ્રેમનો પારો ચઢ્યો.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.