આ 7 અભિનેત્રીઓએ પોતાના લગ્નમાં પહેર્યા હતા આટલા અધધ કરોડના ઘરેણા, નંબર 4 એ તો પહેર્યા છે સૌથી મોંઘા ઘરેણા

લગ્નનો દિવસ દરેક દુલ્હન માટે ખાસ હોય છે. પછી ભલે તે સામાન્ય દુલ્હન હોય કે સેલેબ દુલ્હન. દરેક વ્યક્તિ તેમના લગ્નમાં સુંદર દેખાવા ઈચ્છે છે. જો લગ્ન વિશે બોલીવુડની અભિનેત્રી વિશે વાત કરવામાં આવે તો તેણે પોતાના લગ્ન માત્ર ધૂમધામથી જ નથી કર્યા પરંતુ પોતાના લગ્નમાં કરોડોના ઘરેણા પહેર્યા છે.

એશ્વર્યા રાય: એશ્વર્યા રાયની સુંદરતાની તો દુનિયા દીવાની છે. એશ્વર્યા રાયની સુંદરતા વિશે દુનિયા વાત કરે છે. એશ્વર્યા રાય પોતાના લગ્નના દિવસે કોઈ પરીથી ઓછી લાગી રહી ન હતી. હવે એશ્વર્યા રાયના લગ્નને 13 વર્ષ થઈ ગયા છે. પરંતુ આજે પણ તેમના લગ્નની ચર્ચા થાય છે. એશે તેના લગ્નમાં મોટી સાઈઝના કુંદનથી બનેલો ચોકર હાર પહેર્યો હતો. આ સાથે તેણે બે રાની હાર પહેર્યા હતા. એશના આ હારની કિંમત આશરે 3.5 કરોડ રૂપિયા હતી.

પ્રિયંકા ચોપડા: પ્રિયંકા ચોપરાને દરેક વ્યક્તિ દેશી ગર્લના નામથી જાણે છે. તેણે નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ચર્ચા દેશથી લઈને વિદેશમાં પણ થઈ હતી. પ્રિયંકા-નિકે હિન્દુ અને ખ્રિસ્તી બંને રિવાજો સાથે લગ્ન કર્યા. મોતી, કુંદન અને હીરાથી સજ્જ પ્રિયંકાએ તેના લગ્નમાં 3 થી 4 કરોડ રૂપિયાના ઘરેણાં પહેર્યાં હતાં.

અનુષ્કા શર્મા: અનુષ્કા શર્માએ ભારતના ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નને લઈને ચર્ચાઓ બધે જ હતી. આ બંનેએ લગ્ન મીડિયા અટેંશનથી દૂર ઇટાલીમાં કર્યા હતા. આ સમય દરમિયાન દુલ્હન બનેલી અનુષ્કા ઘરેણાથી સજીને ચમકી રહી હતી. અનુષ્કાની વેડિંગ જ્વેલરી ડિઝાઇનર સબ્યાસાચીએ ડિઝાઇન કરી હતી. અનુષ્કા લગભગ 3 કરોડના ઝવેરાતથી સજી હતી.

નેહા ધૂપિયા: નેહા ધૂપિયાએ તેના લગ્નના ઘરેણા પર લગભગ 75 લાખનો ખર્ચ કર્યો હતો. નેહા ધૂપિયાએ 2018 માં ગુરુદ્વારામાં અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા.

બિપાશા બાસુ: બિપાશા બાસુએ ટીવી સ્ટાર કરણ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. બિપાશા બાસુએ લગ્નના દિવસે લહેંગા સાથે 95 લાખ રૂપિયાની રાજસ્થાની જાડાઉ અને પોલ્કી જ્વેલરી પહેરી હતી. કુંદન અને પોલ્કીથી બનેલા બિપાશાના ચોકર નેકલેસમાં નીચે નાના-નાના એમરાલ્ડ લગાવવામાં આવેલા છે.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે ઇટાલીના લેક કોમોમાં 2018 માં લગ્ન કર્યા હતા. આ સમય દરમિયાન તેણે ઝવેરાત પાછળ દો 1.5 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. ઉપરાંત, તેણે 9 લાખની કિંમતનો ડિઝાઇનર લહેંગો પહેર્યો હતો.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટીએ એક મોટા બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા. શિલ્પાએ શ્રેયા અનકટ ડાયમંડ અને કુંદનથી બનેલી વેડિંગ જ્વેલરી પહેરી હતી. તેના માંગ ટીકાથી લઈને બાજુ બંધ સુધી દરેક ડિઝાઈન ખૂબ ટ્રેડિશનલ હતી.

સોનમ કપૂર: સોનમ કપૂર પહેલાથી જ બોલિવૂડમાં તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. આ દરમિયાન સોનમે તેના લગ્નમાં સોના અને મોતીથી બનેલી જ્વેલરી પહેરી હતી. આ બધાની સાથે તેણે હેડ ગિયર પણ પહેર્યું હતું. તેણે આ સાથે જ ખૂબ જ મોટો ચોકર હાર અને સાથે લેયર્ડ રાની હાર પહેર્યો હતો. સોનમના ઘરેનાની કિંમત લગભગ 2.5 કરોડ છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment