શ્રીદેવીએ છેલ્લા શ્વાસ સુધી આ 5 લોકો સાથે રાખી દુશ્મની! આ છે મુખ્ય કારણ

ખબરે

શ્રીદેવી હિન્દી સિનેજગતની એક એવી અભિનેત્રી જેણે અનેક ફિલ્મોમાં પોતાની અદભુત અદાકારીથી કરોડો ચાહકોના દિલોમાં પોતાનું સ્થાન મેળવ્યું. નાની ઉંમરથી અભિનય અને નૃત્યમાં પારંગત હતી શ્રીદેવી. એક દૌર હતો જ્યારે શ્રીદેવીને બોલીવુડની લેડી અમિતાભ કહેવામાં આવતી હતી. અને પોતાના એકલાંના દમ પર તે ફિલ્મોને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા અપાવવામાં સફળ રહેતી હતી. શ્રીદેવીએ પોતાના ફિલ્મી કરિયરમાં અનેક દોસ્ત બનાવ્યા પણ જેમાંથી અનેક લોકો સાથે તેમની દુશ્મની થઈ ગઈ. જે બાદ તે લોકો સામે એકવાર પાછું ફરીને ન જોયું. આજે તમે તમને જણાવીશું તે લોકો વિશે જેમનું મોઢું જોવા તૈયાર નહોતા શ્રીદેવી.

માધુરી દીક્ષિત:

માધુરીએ જેવી જ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી ત્યારથી શ્રીદેવીને ફિલ્મોની ઓફર મળવાનું ઓછું થઈ ગયું. આ જ કારણે શ્રીદેવી અને માધુરી વચ્ચે સંબંધો કડવાસભર્યા થઈ ગયા.

રામ ગોપાલ વર્મા:

રામ ગોપાલ વર્માએ પોતાની બુકમાં એ વાત લખી હતી કે, તેઓ શ્રીદેવીને મોહબ્બત કરતાં હતા. સાથે જ તેમને બોની કપૂરને ઘણું સંભળાવ્યું હતું. બસ તે પછી શ્રીદેવી અને રામ ગોપાલ વર્મા વચ્ચેના સંબંધો બગડ્યા.

સરોજ ખાન:

સરોજ ખાન અને શ્રીદેવી વચ્ચે ઘણી સારી બોન્ડિંગ હતી પણ જેવી માધુરી દીક્ષિતે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી કે બધુ જ બદલાય ગયું. શ્રીદેવીને લાગતું હતું કે, સરોજ માધુરીને વધારે સારા ડાન્સ સ્ટેપ્સ આપે છે. આ જ કારણે શ્રીદેવી અને સરોજ ખાન વચ્ચેને સંબંધો તૂટ્યા.

ફિલ્મ puliના પ્રોડ્યૂસર:

ફિલ્મ પુલીના પ્રોડ્યૂસર પર શ્રીદેવીએ ફી મામલે કેસ નોંધાવ્યો હતો. તે પછી ઘણી મોટી બબાલ થઈ. શ્રીદેવીએ કસમ ખાધી કે તે ક્યારેય આવા પ્રોડ્યૂસર સાથે કામ નહીં કરે.

જયા પ્રદા:

જયા પ્રદા અને શ્રીદેવી વચ્ચે નંબર વન હીરોઈન બનવા માટે તગડું કોમ્પિટિશન રહેતું હતું. જેના કારણે બંનેનું રિલેશન ક્યારેય સરખું ન થયું.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.