દિલીપ જોશી નહોતા મેકર્સની પહેલી પસંદ, સૌ પહેલાં આ કલાકારોને ઓફર થયો હતો ‘જેઠાલાલ’નો રોલ

મનોરંજન

ટીવીનાં પ્રખ્યાત કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા તેની બેસ્ટ કોમેડી માટે પ્રખ્યાત છે. સામાન્ય જીવનની દરરોજની કહાનીને ખુબજ રસપ્રદ અંદાજમાં રજૂ કરવાને કારણે તે દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. આમ તો આ શોનાં દરેક કેરેક્ટર ખાસ છે. પણ જેઠાલાલની વાત જ અલગ છે. આ રોલ માટે દિલીપ જોશી એકદમ ઉત્તમ કલાકાર છે. જોકે દિલીપ જોશી મેકર્સની પહેલી પસંદ ન હતાં. શોનાં મેકર્સે આ રોલ માટે દિલીપ જોશી પહેલાં અન્ય કલાકારોનો પણ સંપર્ક કર્યો હતો. પણ તેઓએ આ રોલ માટે હામી ભરી ન હતી. હવે દિલીપ જોશીએ આ પાત્રને તેમની અદાકારીથી ફેમસ કરી દીધુ છે. ચાલો ત્યારે તે એક્ટર્સ વિશે જાણીએ જેમને જેઠાલાલનો રોલ ઓફર થયો હતો.

અલી અસગરે ટીવીનાં ઘણાં ફેમસ કોમેડી શોમાં પરફોર્મન્સ આપી દર્શકોનું દિલ જીતી લીધુ છે. અલીને જેઠાલાલનું પાત્ર ઓફર થયું હતું પણ પોતાનાં બિઝી શેડ્યૂલને કારણે તેણે આ રોલ માટે ના પાડી દીધી હતી.

બોલિવૂડનાં જાણીતા કોમેડિયન રાજપાલ યાદવને જેઠાલાલનું પાત્ર ઓફર થયું હતું. પણ રાજપાલ ટીવી શોમાં કામ કરવાં ઇચ્છતા ન હતાં. તેથી તેમણે મેકર્સની ઓફર ફગાવી દીધી હતી.

હપ્પૂ દરોગાનાં નામથી પ્રખ્યાત એક્ટર યોગેશ ત્રિપાઠીને પણ જેઠાલાલનો રોલ ઓફર થયો હતો. જોકે તે સમયે યોગેશે આ રોલ માટે ના પાડી હતી બાદમાં તે ‘ભાભીજી ઘર પર હૈ’માં નજર આવ્યો હતો.

‘ધ કપિલ શર્મા શો’ નાં કિકૂ શારદાએ પણ જેઠાલાલનો રોલ અદા કર્યો હતો. કિકૂ લાંબા સમય સુધી ચાલનારા શોનો ભાગ બનવાં નહોતો ઇચ્છતો કારણ કે તેને સ્ટેન્ડ અપ કોમેડીમાં વધુ મજા આવે છે.

અલગ અંદાજમાં ડાયલોગ ડિલીવીરી કરનારા અહેસાન કુરૈશી પણ સ્ટેન્ડઅપ કોમેડિયન છે. અહસાનને જેઠાલાલનો રોલ ઓફર થયો હતો .પણ તેમણે આ રોલ ઠુકરાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published.