અનિલ કપૂરની આ હિરોઈન 45ની ઉંમરમાં પણ લાગે છે 25ની જવાન હસીના, વિશ્વાસ ના આવે તો જોઇલો આ તસવીરો.

27 ઓક્ટોબર 1976ના રોજ જન્મેલી પૂજા બત્રાએ ફિલ્મ ‘વિરાસત’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર હતો. અગાઉ પૂજા બત્રાએ મોડલિંગની દુનિયામાં સારું નામ કમાવ્યું હતું. વર્ષ 1993માં તેણે ‘ફેમિના મિસ ઈન્ડિયા’નો ખિતાબ જીત્યો હતો. પૂજાએ નેવુંના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે હિન્દી ફિલ્મોની સાથે-સાથે દક્ષિણની ઘણી ફિલ્મોમાં પણ પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું. 45 વર્ષની પૂજાના અંગત જીવનની વાત કરીએ તો તેનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે.

અભિનેત્રી પૂજા બત્રાનો જન્મદિવસ 25 ઓક્ટોબરે છે. તે ઉંમરના 45માં સ્ટેજ પર પહોંચી ગઈ છે, પરંતુ તેની તસવીરો જોઈને એવું બિલકુલ નથી લાગતું. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

પૂજા બત્રાએ અનિલ કપૂર સાથેની ફિલ્મ ‘વિરાસત’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તબ્બુ પણ લીડ રોલમાં હતી. થોડા દિવસો પહેલા આ ફિલ્મને રિલીઝ થયાને 24 વર્ષ પૂરા થયા છે. પૂજાએ ફિલ્મનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

પૂજાએ ‘ભાઈ’, ‘હસીના માન જાયેગી’, ‘દિલ ને ફિર યાદ કિયા’ અને ‘કહી પ્યાર ના હો જાયે’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પૂજા અને સુનીલ શેટ્ટીની જોડીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

પૂજા બત્રાએ વર્ષ 1993માં ‘ફેમિના મિસ ઈન્ડિયા’નો ખિતાબ જીત્યો હતો. તે પછી તેણે લાંબા સમય સુધી જાહેરાત ફિલ્મોમાં કામ કર્યું. પૂજા બત્રા ભલે સિલ્વર સ્ક્રીનથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પૂજા દરરોજ તેના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. પૂજા બત્રા 27 ઓક્ટોબરે 45 વર્ષની થઈ. તેમનો જન્મ 1976માં ઉત્તર પ્રદેશમાં થયો હતો. પરંતુ તેણીનો ઉછેર લુધિયાણામાં થયો હતો. તેમના પિતા રવિ બત્રા આર્મીમાં ઓફિસર હતા.

45 વર્ષની ઉંમરે પણ પૂજા બત્રા એકદમ ફિટ છે. તે અવારનવાર તેના જિમની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. પૂજાને પણ યોગ કરવાનું પસંદ છે. તે હંમેશા ફિટનેસ પ્રત્યે સભાન રહે છે.

પૂજા બત્રાએ બે લગ્ન કર્યા છે. વર્ષ 2002માં તેના પ્રથમ લગ્ન સર્જન સોનુ આહલુવાલિયા સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. ત્યારબાદ પૂજાએ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કર્યા.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment