સૌને હસાવતી ભારતી સિંહનું દર્દ છલકાયું, આ કારણે ઘરમાં નથી રાખતી પિતાની તસવીર

મનોરંજન

ફેમસ કોમેડિયન ભારતી સિંહ જ્યારે સ્ક્રિન પર આવે છે તો લોકોના ચહેરા પર મુસ્કાન છોડી જાય છે. જો કે મનીષ પોલના પોટકાસ્ટ શોમાં ભારતીએ તેમના દિલના કેટલાક રાજ શેર કર્યાં હતા.

Advertisement

ફેમસ કોમેડિયન ભારતી સિંહ જ્યારે સ્ક્રિન પર આવે છે તો લોકોના ચહેરા પર મુસ્કાન છોડી જાય છે. જો કે મનીષ પોલના પોટકાસ્ટ શોમાં ભારતીએ તેમના દિલના કેટલાક રાજ શેર કર્યાં હતા. જો કે આ હસતાં ચહેરા પાછળ દર્દનો સમુદ્ર છે.જેને તેમણે બાળપણથી સહન કર્યો છે. તે પિતાની તસવીર તેમના ઘરમાં નથી રાખતી. આવી તો અનેક વાતો છે. જે તેના દિલના એક ખૂણામાં ધરબાયેલી પડી છે. જો કે મનીષ પોલના પોટકાસ્ટ શોમાં ભારતીએ તેમના દિલના કેટલાક રાજ શેર કર્યાં હતા

મનીષ પોલે શેર કર્યું ટીઝર

ભારતી સિંહની સાથે આવનાર શોનું ટીઝર મનીષ પોલે તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ સાથે જ તેમણે ચાર્લી ચેપ્લીનની મશહૂર લાઇન્સની સાથે કેપ્શન લખ્યું છે. ‘મને વરસાદમાં ફરવું ગમે છે જેથી મારા આંસુ કોઇ ન જોઇ શકે. જે લોકો આપને ખૂબ હસાવે છે. તેમાં દર્દી પણ હોય છે.જે તેના દર્દને છુપાવે છે. આવી જ એક વ્યક્તિ છે,. ભારતી સિંહ, હાસ્યની આ મહારાણીએ ઘણું સહન કર્યું છે, જે તેમને મારી સાથે શેર કર્યું છે. તેની કહાણી જાણવા માટે આ શુક્રવાર જુઓ, પોડકાસ્ટ શો.

પિતાની તસવીર ઘરમાં નથી રાખતી ભારતી

 

View this post on Instagram

 

A post shared by Maniesh Paul (@manieshpaul)

આ ટીઝરમાં ભારતી સિંહ કહે છે કે, “તેમના માટે માત્ર માતા જ બધું જ છે. પિતા તો હું 2 વર્ષની હતી ત્યારે જ વિદાય લીધી હતી. પિતાનો પ્રેમ ક્યારેય જોયા નથી. હવે જ્યારે પતિથી પ્રેમ મળ્યો તો અનુભવ થયો કે એક પુરૂષ જ્યારે પ્રેમ કરે ત્યારે કેવો અનુભવ થાય”.

મનીષ પોલ અત્યાર સુધીમાં 4 શો કરી ચૂક્યાં છે. હાલ જ તેમણે પોડકાસ્ટ સ્ટૂડિયોમાં શિફ્ટ કર્યો છે. ત્યારબાદ ભારતી સિંહ તેમની પહેલી મહેમાન બની હતી. ઉલ્લેખનિય છે કે, મનીષ પોલનો આ શો દરેક લોકો જોવા ઉત્સુક હશે. તે જાણવા ઇચ્છતા હશે કે, તેની કોમેડિયન કેવા મુશ્કેલ સમયને પાર કરીને અહીં પહોંચી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *