આટલી સુંદર હોવા છતા પણ નીતૂ સિંહની પુત્રીએ બોલીવુડમાં આ કારણે ક્યારેય પણ નથી મુક્યો પગ

ઋષિ કપૂર અને નીતુ સિંહ માત્ર બોલીવુડની સુંદર કપલ જ નથી, પરંતુ બંને શ્રેષ્ઠ કલાકાર પણ હતા. બંને તેમના સમયના મોસ્ટ ડિમાંડિંગ ચેહરા હતા. આ બંનેએ સાથે મળીને હિન્દી સિનેમાને ખૂબ યાદગાર ફિલ્મો આપી હતી. ફિલ્મોમાં કામ કરતી વખતે ઋષિ કપૂર અને નીતુ સિંહ બંને એક બીજાના પ્રેમમાં કેદ થઈ ગયા હતાં. પછી બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન પછી આ સુંદર કપલને 2 બાળકો છે. રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર.

રણબીર કપૂરે બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. આજે રણબીર કપૂરના લાખો-કરોડોમાં ચાહકો છે. તે જ સમયે પુત્રી રિદ્ધિમા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ઘણી દૂર છે. રિદ્ધિમા આજે ફિલ્મોથી દૂર હોવા છતા પણ તે કરોડોની કમાણી કરે છે. તે એક સફળ બિઝનેસવુમન છે. એકવાર રિદ્ધિમાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની કારકિર્દીની પસંદગી પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે તેને ફિલ્મોની ઓફર્સ મળી રહી છે પરંતુ શા માટે તેણે ક્યારેય ફિલ્મોમાં કામ કર્યું નથી. આજે રિદ્ધિમા લાઈમલાઈટથી ઘણી દૂર રહે છે. તે પોતાનો જવેલરી ડિઝાઇનનો બિઝનેસ ચલાવે છે જેનાથી તે કરોડોની માલિક છે.

રિદ્ધિમાએ પોતાના આ ઈંટરવ્યૂથી આ વાતનો પણ ખુલાસો કર્યો છે કે તે એક સારી શેફ પણ બની ગઈ છે. તેણે કહ્યું કે તેનો મોટાભાગનો સમય કુકિંગમાં પસાર થઈ રહ્યો છે. હું પહેલા ફેશન ડિઝાઇનર હતી, પછી મેં જ્વેલરીમાં પણ મારો હાથ અજમાવવાનું શરૂ કર્યું. પછી જ્યારે લોકોને મારી ડિઝાઇન પસંદ આવી, ત્યારે મારો રસ વધુ વધવા લાગ્યો. એક્ટિંગના સવાલ પર તેમણે કહ્યું કે, એક્ટિંગ, ક્યાંથી શરૂ કરૂ એક્ટિંગ. જ્યારે હું લંડનમાં રહેતી હતી, ત્યારે મને ઘણી ફિલ્મોની ઓફર મળતી હતી. પરંતુ મેં આ વિશે ક્યારેય વિચાર્યું નહિં અને ક્યારેય ધ્યાન પણ ન આપ્યું. મેં આ વિશે ઘરે ચોક્કસપણે વાત કરી હતી.

રિદ્ધિમાને શરૂઆતથી જ બોલિવૂડમાં રસ ન હતો, જેના કારણે તેણે ફિલ્મી કારકિર્દી પસંદ ન કરી અને પોતાની મરજીથી ફેશન ડિઝાઈનિંગ અને ઈંટીરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યો અને ફેશન ઈંડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું. રિદ્ધિમાની ‘આર’ નામની એક પ્રખ્યાત જ્વેલરી બ્રાંડ છે. રિદ્ધિમાની ડિઝાઈન જ્વેલરી સામાન્ય રીતે બોલીવુડ સેલેબ્સ પાસે જોવા મળે છે. થોડા વર્ષો પહેલા તેમની બ્રાંડ પર પ્લેગરિઝ્મ નો આરોપ પણ લાગ્યો હતો. પછી તેને માંફી માંગવી પડી હતી.

રિદ્ધિમાને નાનપણથી જ ફિલ્મોમાં કોઈ રસ ન હતો. તેના લગ્ન થઈ ચુક્યા છે અને તેને એક પુત્રી પણ છે. રિદ્ધિમાએ 25 જાન્યુઆરી 2006 ના રોજ તેના મિત્ર અને દિલ્હીના બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા. તેનો પતિ એક ગરમેંટ એક્સપોર્ટ કંપનીનો માલિક છે. રિદ્ધિમા પાસે પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ છે જેનું નામ ‘આર’ છે. રિદ્ધિમાનો ડિઝાઇન જ્વેલરી સામાન્ય રીતે બોલિવૂડ સેલેબ્સ સાથે જોઇ શકાય છે. થોડા વર્ષો પહેલા તેની બ્રાંડ પર ચોરીનો આરોપ પણ મૂકાયો હતો. પછી તેને માફી માંગવી પડી.

રિદ્ધિમા કપૂર આજે ફેશનની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકી છે. ઋષિ કપૂર અને નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમાએ કહ્યું કે જો તે જ્વેલરી ડિઝાઇનર ન બની હોત તો તે યોગ ટ્રેનર અથવા શેફ બનવાનું પસંદ કરત. પરંતુ ક્યારેય અભિનેત્રી બનવાનું વિચાર્યું નથી. લગ્ન પછી તે પરિવાર સાથે દિલ્હીમાં રહે છે અને તેનો બિઝનેસ સંભાળી રહી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડું ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment