અંબાણી-અદાણી કરતા પણ મોટો દાનવીર છે આ વ્યક્તિ, એક જ વર્ષમાં દાન કર્યા 7904 કરોડ રૂપિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તાજેતરમાં બ્લૂમબર્ગ બિલિયનર ઈન્ડેક્સના લિસ્ટમાં દુનિયાના 9 મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. જોકે મુકેશ અંબાણી માત્ર સંપત્તિની બાબતમાં જ નહીં, પરંતુ દાન કરવાની બાબતમાં પણ આગળ છે. ભારતના ટોપ દાનવીરોના લિસ્ટ તે ત્રીજા સ્થાને છે. ત્યારે ગૌતમ અદાણી 9 મા સ્થાને છે.

ખરેખર હારુન ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2019 – 20 માં ભારતના સૌથી મોટા પરોપકારીઓનું એક લિસ્ટ તૈયાર કર્યુ છે. આ લિસ્ટ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેના પરિવારે વર્ષ 2019-20માં 458 કરોડનું દાન આપ્યું છે. ગૌતમ અદાણીના પરિવારની વાત કરીએ તો તેણે 88 કરોડનું દાન આપ્યું છે.

આ ઉપરાંત કોરોના મહામા’રીની લ’ડા’ઈમાં સાથ આપવા માટે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પીએમ કેર ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. તે જ સમયે, અદાણી ગ્રુપ દ્વારા 100 કરોડનું દાન કરવામાં આવ્યું હતું. આ દાન વર્તમાન નાણાકીય વર્ષમાં ન હોવાથી, આ વર્ષે દાનના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું નથી.

જણાવી દઈએ કે મુકેશ અંબાણીની સંપત્તિ 76 બિલિયન ડોલર છે. તે ગયા ગુરુવારે 77 બિલિયન ડોલર એટલે કે આશરે 5.70 લાખ કરોડની ઉપર પહોંચી હતી. તે જ સમયે, અદાણીની સંપત્તિ 32 બિલિયન ડોલરથી વધુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા પૈસા હોવા છતાં એક મુકેશ અંબાણીનું નામ આ વર્ષે સૌથી મોટા દાતાઓના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું નથી.

આ છે ભારતનો ટોપ દાનવીર: હારૂન ઈન્ડિયાના પરોપકારીઓના લિસ્ટ મુજબ, 75 વર્ષીય અઝીમ પ્રેમજી આ વર્ષે દેશના સૌથી મોટા દાનવીર છે. તેમણે નાણાકીય વર્ષ 2019-20માં આશરે 7,904 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. જણાવી દઇએ કે અઝીમ પ્રેમજી આઇટી કંપની વિપ્રોના સ્થાપક પણ છે.

તેમના પછી ટોપ દાનવીરના લિસ્ટમાં બીજા નંબર પર શિવ નાદર છે. આઇટી કંપની એચસીએલના માલિક શિવ નાદરે આ નાણાકીય વર્ષમાં 795 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment