સલમાનનો બોડીગાર્ડ પણ કોઈ સેલેબ્રિટીથી ઓછો નથી, શેરાની સેલેરી સાંભળીને આવી જશે ચક્કર!

ખબરે

બૉલીવુડ સેલેબ્રિટિઝના બૉડીગાર્ડ હોવુ કોઈ મજાકની વાત નથી. દર વખતે તેમની સુરક્ષાની સાથે સાથે પબ્લિક ઈવેન્ટ્સમાં જોરદાર ભીડની વચ્ચે તેમની સુરક્ષા ખુબ જ મુશ્કેલ કામ છે. અને જ્યારે વાત સુપરસ્ટાર સલમાન ખાનની હોય ત્યારે તેમની ફેન ફોલોઈંગ કરોડોમાં હોય છે. સલમાન ખાનની સિક્યોરિટી ટીમને લીડ કરે છે તેમનો પર્સનલ બૉડીગાર્ડ શેરા. પરંતુ શું તમે જાણો છો સલમાન ખાન આ કામ માટે કેટલી ફી આપે છે.

પછાયા માફક સલમાનની સાથે રહેનાર બૉડીગાર્ડ શેરા ખુબ જ પ્રખ્યાત થઈ ગયા છે. સલમાનની જેમ શેરાને પણ વર્કઆઉટ કરવુ અને ફિટ રહેવું ખુબ જ પસંદ છે.

છેલ્લા 27 વર્ષથી બધા જ માહોલમાંથી સલમાન ખાનને શેરા બચાવતા આવ્યા છે. 1987માં શેરા મિસ્ટર જૂનિયરની બૉડીગાર્ડ કોમ્પિટિશન જીતી ચુક્યા છે.

સલમાન ખાન ની સિક્યોરિટી પહેલા શેરા માઈકલ જેક્સન, વિલ સ્મિથ, પૈરિસ હિલ્ટન અને જૈકી ચેનની સિક્યોરિટી ટીમનો ભાગ રહી ચુક્યા છે.

સલમાન ખાન ની દિવસ રાત સુરક્ષા કરવા માટે શેરાને દર મહિને 15 લાખ રૂપિયા ફી મળે છે. આપને જણાવી દઈએ કે આટલી ફી કેટલાક લોકપ્રીય કલાકારોને શૂટિંગની ફી પણ નથી મળતી.

શેરાની દર મહિનાની સેલેરીની ગણતરી કરીએ તો વર્ષમાં શેરાને 2 કરોડ રૂપિયા ફી મળે છે. કેટલીક કંપનીના CEOની CTC પણ આટલી નથી હોતી.

ખુબ જ ઓછા લોકો જાણે છે કે સલમાન ખાનની સિક્યોરિટી સિવાય શેરા એક સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે. ટાઈગર સિક્યોરિટી નામક એજન્સી પાસે ઘણા નેશનલ અને ઈન્ટરનેશનલ ક્લાઈન્ટ્સ છે.

સલમાન ખાનનો બોડી ગાર્ડ શેરા પણ કોઈ સેલિબ્રિટિથી ઓછો નથી. સોશલ મીડિયા પર શેરાના પણ લાખો ચાહકો છે. માત્ર ઈંસ્ટાગ્રામની જ વાત કરી તો શેરાના ઈંસ્ટા પર 4 લાખથી વધારે ફોલોઅર્સ છે.

Leave a Reply

Your email address will not be published.